દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ના નાદ સાથે દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો ગૂંજી ઉઠશે. જન્માષ્ટમી પ્રસંગે દ્વારકા જગત મંદિરને આજે વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે.આજે વહેલી સવારે શ્રીજીની મંગળા આરતી કરવામાં આવી. ત્યારે અનેક ભાવિકો ભગવાનના દર્શનનો લ્હાવો લીધો.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:05 એ એમ (AM)
દ્વારકા સહિત રાજ્યના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી