દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ આજે ખંભાળિયા પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું.ખંભાળિયા પોલીસ મેદાન ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં અંદાજે 144 જેટલા પોલીસ જવાનો તેમજ 40 જેટલા અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો .પરેડ બાદ રેન્જ આઈ.જી.દ્વારા પોલીસ જવાનોની કામગીરી, શિસ્ત અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ પ્રસંગે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવે પોલીસ જવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની છે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 3:05 પી એમ(PM)
દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ આજે ખંભાળિયા પહોંચ્યા.