રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજીક તત્વોને પાઠ ભણાવવાની સો કલાકની ડ્રાઇવ અંતર્ગત દ્વારકામાં રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી.
રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજે બે હજારથી વધુ ગુનેગારોમાંથી 210 અસામાજીક તત્વોને ઓળખવામાં આવ્યા છે. જેમાંથી 19 બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સાથે રાજકોટમાં અઢી કરોડ રૂપિયાની વીજ ચોરી કરનાર લોકોને પીજીવીસીએલ દ્વારા દંડ કરાયો છે. આ સાથે ખનીજ માફિયા અને સોશિયલ મીડીયામાં રીલ્સ વાયરલ કરનાર લોકો ઉપર પોલીસ સતત નજર રાખી રહી છે.
Site Admin | માર્ચ 22, 2025 3:10 પી એમ(PM)
દ્વારકામાં રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી
