ડિસેમ્બર 9, 2025 3:13 પી એમ(PM)

printer

દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચના વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી VGRC માં આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં મુખ્ય આકર્ષણ બનશે. શિવરાજપુરના આ સર્વાંગી વિકાસમાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ, સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ હાઉસિંગ ડિપાર્ટમેન્ટની મહત્વની સુવિધાઓનો સમાવેશ થાય છે. સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 11 કિલોમીટરથી વધુ નવા રસ્તાનો વિકાસ પણ હાથ ધરાયો છે. ચેન્જિંગ રૂમ, શાવર એરિયા, બાળકો માટે આકર્ષક ખેલ વિસ્તારો જેવી સુવિધાઓ પ્રવાસીઓને આરામદાયક અનુભવ આપશે.