દેશભરમાં ગઈકાલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. દરમિયાન શ્રીકૃષ્ણ મંદિરોમાં જય દ્વારકાધીશ, જય રણછોડના નાદ ગૂંજી ઉઠ્યા.દેવભૂમિદ્વારકામાં ગઈકાલે 12 વાગ્યે શ્રીજીના જન્મોત્સવની આરતી કરવામાં આવી. જ્યારે રાત્રે અઢી વાગ્યા સુધી ભક્તોએ જન્મોત્સવ દર્શન કર્યા હતા. દ્વારકા જગત મંદિરમાં કાળિયા ઠાકોરના જન્મોત્સવની ઉજવણીમાં લાખો લોકો જોડાયા. ભક્તોની સલામતી માટે એક હજાર 600 જેટલો પોલીસકર્મીને તહેનાત કરાયા હતા.મહીસાગર જિલ્લાના લુણાવાડામાં શ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં ભક્તોએ પૌરાણિક અખંડ ધૂણીના દર્શન કર્યા. વર્ષોથી ચાલતી આવતી આ અખંડ ધૂણીના વર્ષમાં બે જ વાર જન્માષ્ટમી અને મહાશિવરાત્રિએ દર્શન થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રે 12 વાગ્યે અમદાવાદના ઇસ્કૉન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના દર્શનનો લ્હાવો લીધો.
દીવના વણાકબારા ખાતે મહાકાલેશ્વર મંદિરમાં ઍનિમેશનથી ભક્તોએ કૃષ્ણલીલાના દર્શન કર્યા. દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની પાલખી યાત્રા યોજાઈ, જે દરેક ગલીમાંથી પસાર થતાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:47 એ એમ (AM)
દ્વારકાધીશ સહિતના મંદિરોમાં રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી