દ્વાદશ જ્યોર્તિલિંગમાના એક એવા સોમનાથ તીર્થમાં સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનનો અવિરત યજ્ઞ ચાલુ છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને કળાનો અનોખો સમન્વય પ્રગટાવતો “વંદે સોમનાથ” મહોત્સવ, આ વર્ષે પાંચમા ચરણ સુધી પહોંચી ચૂક્યો છે.
શ્રાવણના ત્રીજા સોમવારે વંદે સોમનાથ મહોત્સવનો પાંચમો તબક્કો સંપન્ન થયો હતો. જેમાં દિલ્હીથી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ડાન્સ દ્વારા શિવ તત્વને અનુરૂપ ઓડિસી નૃત્ય કળા રજૂ કરવામાં આવી હતી. વડોદરાની તત્વ અકાદમીની દ્યુતિ પંડ્યા દ્વારા કથક નૃત્ય અને અમદાવાદના અપલ શાહના એસ.પી.એ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ દ્વારા પરંપરાગત રાસ અને ટિપ્પણી નૃત્યો રજૂ કરીને શ્રી સોમનાથ મહાદેવની ભક્તિમાં નૃત્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો છઠ્ઠો અને અંતિમ તબક્કો 18 ઓગસ્ટ 2025 ના રોજ શ્રાવણના અંતિમ સોમવારે યોજાશે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 2:58 પી એમ(PM)
દ્વાદશ જ્યોર્તિલિંગમાના એક એવા સોમનાથ તીર્થમાં સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનનો અવિરત યજ્ઞ ચાલુ