દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વભરના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં નાતાલની ઉજવણી કરે છે. આજન દિવસે લોકો તેમના ઘરોને ક્રિસમસ ટ્રી, લાઇટથી ચમકતા કાગળના તારાઓથી શણગારે છે. ચર્ચોમાં આજે વિશેષ ક્રિસમસ પ્રાર્થના અને કાર્યક્રમોનું આયોજન કરાશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નાતાલના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ લોકોને ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને સંવાદિતાના સંદેશને આત્મસાત કરવા પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર એકતા અને શાંતિની ભાવનાને જાગૃત કરે છે, વિશ્વાસ અને ક્ષમાની ભાવનાને મજબૂત કરે છે.
ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખરે તેમના સંદેશમાં કહ્યું ઇસુ ખ્રિસ્તના ઉપદેશો આજે પણ સુસંગત છે અને બંધુત્વ, સમાનતા અને ન્યાયના બંધારણીય મૂલ્યોને અનુરૂપ છે. શ્રી ધનખરે લોકોને વંચિતો પ્રત્યે સંવેદનશીલ બનવા અને દરેક નાગરિક સમૃદ્ધ હોય તેવા સર્વસમાવેશક સમાજના નિર્માણ માટે સમર્પિત થવા અપીલ કરી છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:53 એ એમ (AM) | નાતાલ પર્વ
દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
