સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, અને હવે વિશ્વમાં સંરક્ષણ નિકાસકાર દેશોમાં તેની ગણતરી થઈ રહી છે. નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના 277માં વાર્ષિક સમારોહમાં સંબોધન કરતા શ્રી સિંહે મંત્રાલય દ્વારા કામમાં અધ્યતન ટેક્નૉલોજી અપનાવવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ સંરક્ષણ મંત્રાલયને આર્થિક રીતે પગભર અને પારદર્શી બનાવવાનો છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 6:52 પી એમ(PM)
દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે :સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
