માર્ચ 13, 2025 7:49 પી એમ(PM)

printer

દેશ-વિદેશમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશ-વિદેશમાં આજે હોળીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.
ગુજરાતમાં રાજ્યભરમાં લોકોએ હોળીની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. અનેક જગ્યાએ હમણાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિર સહિત રાજ્યના તમામ મુખ્ય મંદિરોમાં પણ હોળીને લઈ વિશેષ શણગાર કરાયો છે. ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં હોળીના તહેવારની સમૃદ્ધ પરંપરાગત ભાવનાઓ, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી.
હોળી નેપાળના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે આજે દેશના પર્વતીય વિસ્તારમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. પાણીની નજીકના વિસ્તારમાં આવતીકાલે હોલી ઉજવાશે. જ્યારે બિહારના કેટલાક વિસ્તારોની જેમ મિથિલાંચલમાં પણ શનિવારે હોળી ઉજવાશે.
પશ્ચિમ બંગાળ સરકારે તમામ ધર્મના લોકોને હોળીને એકતા અને સદભાવની સાથે ઉજવવાનું આહ્વાન કર્યું છે. કોલકાતામાં ગઈકાલે હોળી તહેવારને લઈ મુખ્યમંત્રી મમતા બેનરજી અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ તમામ લોકોને શાંતિપૂર્વક હોળી ઉજવવા આગ્રહ કર્યો છે.
બીજી તરફ, ધુળેટી દરમિયાન લોકોને પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવા નવી દિલ્હી એઇમ્સના તબીબે સલાહ આપી છે.