દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે

દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશમાં ટીબીનો દર 2015 માં પ્રતિ લાખ વસ્તી 237 હતો જે 2023 માં 17.7 ટકા ઘટીને પ્રતિ લાખ વસ્તી 195 થયો છે, જે વૈશ્વિક ઘટાડા કરતા બમણાથી વધુ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે 2015 ની તુલનામાં 2023 માં ટીબીથી થતા મૃત્યુમાં પણ 21 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે સરકારના સતત પ્રયાસોને કારણે દેશમાં ટીબી સારવાર કવરેજ 32 ટકા સુધી લંબાવવામાં આવ્યું છે. તેમણે ટીબીના કેસો શોધવા માટે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 347 પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓમાં 100-દિવસીય ટીબી નાબૂદી અભિયાન શરૂ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું