ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM)

printer

દેશ આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દોષિતોને બક્ષવામાં નહીં આવે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અનુભવે છે. તેમણે બધા પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપી કે નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. તેમણે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં મૃતકોના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શાહે કહ્યું કે દેશ આતંક સામે ઝૂકશે નહીં અને આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના દોષિતોને બક્ષવામાં નહીં આવે.
ગૃહમંત્રીએ પહેલગામના બૈસરન વન વિસ્તારમાં ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે અનંતનાગની સરકારી કોલેજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને પણ મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
મૃતકોના મૃતદેહોને ખાસ વિમાન દ્વારા શ્રીનગરથી તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ ત્રણેય હુમલાખોરોના સ્કેચ જાહેર કર્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ ટીમે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી છે.
આજે જમ્મુ અને કાશ્મીરના તમામ સરકારી કાર્યાલયોમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોન અને વિવિધ પક્ષોના નેતાઓએ આ ઘૃણાસ્પદ હુમલાની ટીકા કરી છે.
પ્રવાસીઓની હત્યાના વિરોધમાં આજે કાશ્મીર ખીણ સંપૂર્ણપણે બંધ રહ્યું. મોટાભાગની દુકાનો, મુખ્ય બજારો અને સ્થાનિક ઔદ્યોગિક અને ઉત્પાદન એકમો પણ બંધ રહ્યા. રસ્તાઓ પર જાહેર પરિવહન પણ બંધ રહ્યું. કાશ્મીર યુનિવર્સિટી અને ક્લસ્ટર યુનિવર્સિટીની આજે યોજાનારી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ