દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની 156મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક પર એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે આજે સવારે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધીજીને શ્રદ્ધાંજલી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ગાંધીજી સત્ય, અહિંસા અને કરુણાના દીવાદાંડી સમાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે મહાત્મા ગાંધીએ રાષ્ટ્રના લોકોને સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી અને ગ્રામ સ્વરાજ અને સહકાર દ્વારા આર્થિક અને સામાજિક સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવાનો સંદેશ આપ્યો.
Site Admin | ઓક્ટોબર 2, 2025 2:23 પી એમ(PM)
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે
