દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક ખાતે એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કીર્તિમંદિર પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવશે. જિલ્લાભરની શાળાઓ અને કોલેજો ગાંધીજીના દર્શન પર સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે.ગાંધી જયંતીના અવસરે ગુજરાતમાં આજથી 31 ડિસેમ્બર સુધી ખાદી અને પોલીવસ્ત્રના વેચાણ પર ખાસ વળતર આપશે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM)
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે
