ડિસેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

printer

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાષ્ટ્રનિર્માણમાં ડૉ. આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય લોકો આજે સવારે નવી દિલ્હીમાં સંસદ ભવનના સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપશે.