નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)

printer

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે કરમસદથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થશે.
૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે પદયાત્રાના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને નિમુબેન બાંભણિયા પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે