દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષની ઉજવણીનો વિષય છે – “આપણું બંધારણ – આપણું આત્મસન્માન”. મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.
આજે બંધારણ દિવસ પર, દેશભરમાં લોકો, બંધારણની પ્રસ્તાવના વાંચશે. રાષ્ટ્રપતિ પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કરશે. કાર્યક્રમ બંધારણ દિવસ નિમિતે, બધા કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો અને સ્થાનિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે
Site Admin | નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે