દેશ આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે.
કારગિલ વિજય દિવસ પર, સમગ્ર દેશ ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાના બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કરી રહ્યો છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતાનું પ્રતીક છે. ભારતીય સૈનિકોની હિંમત સામે હિમાલયના ઊંચા પર્વતો પણ હાર માની ગયા અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો. આ યુદ્ધમાં, કેપ્ટન વિક્રમ બત્રા, કેપ્ટન મનોજ કુમાર પાંડે, લેફ્ટનન્ટ કિશિંગ ક્લિફોર્ડ નોંગ્રમ અને યોગેન્દ્ર સિંહ યાદવ જેવા બહાદુર સૈનિકોએ યુદ્ધમાં ભારતની જીતનો ધ્વજ ફરકાવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે રાષ્ટ્ર માટે તેમનું સમર્પણ અને સર્વોચ્ચ બલિદાન હંમેશા નાગરિકોને પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ એ બહાદુર પુત્રોની અદમ્ય હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે જેમણે રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
Site Admin | જુલાઇ 26, 2025 7:51 પી એમ(PM)
દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે
