ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM)

printer

દેશે આજે ૨૪ વર્ષ પહેલાં સંસદ ઉપરના આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ

સમગ્ર દેશે આજે ૨૪ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સંસદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ, જીતેન્દ્ર સિંહ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને સંસદના અન્ય સભ્યોએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી.