ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે. કેન્દ્રિય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગરાજય મંત્રી શોભા કરંદલંજે એ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર 2023થી ઓકટોબર 2024 સુધીમાં 2 હજાર 122 કરોડ રૂપિયા લાભાર્થીઓને મંજૂર કરાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ યોજના હેઠળ 30 લાખથી વધુ કલાકસબીઓની નોંધણી કરવાની નેમ રાખવામાં આવી છે.