ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2024 10:13 એ એમ (AM)

printer

દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીન પ્રતિકારક દવા મળી શકશે.

દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીન પ્રતિકારક દવા મળી શકશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે નેફિથ્રોમાસીન નામની પ્રતિરોધક ચેપ માટેની એન્ટિબાયોટિક દવા રજૂ કરી છે. નવીદિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે નેફીથ્રોમાસીનની ત્રણ દિવસીય સારવાર ન્યુમોનિયા સામે અસરકારક છે, જે વિશ્વમાં દર વર્ષે 20 લાખથી વધુ મૃત્યુ માટે જવાબદાર છે. ભારતીય નિર્મિત એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીનને બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે બાયોટેક્નોલોજી વિભાગના એકમ છે અને તેને મિકનાફ નામથી બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્વદેશી એન્ટિબાયોટિક છે જેનો હેતુ એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારનો સામનો કરવાનો છે.