દેશમાં સહુથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે રહ્યું છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ રાજ્યમાં માતા મૃત્યુદાર વર્ષ 2023 માં 51 થયો છે. જે વર્ષ 2021 માં 53 , વર્ષ 2020 માં 57 તથા 2016 માં 91 હતો.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં પ્રતિ વર્ષ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) ૨૦૨૧-૨૩મુજબ દેશનો માતા મૃત્યુદર 88 નોંધાયેલ છે, જેમાં દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા તમામ મોટા રાજ્યોની સરખામણીમાં રાજ્ય પાંચમા ક્રમે રહયું છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 7:24 પી એમ(PM)
દેશમાં સૌથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે
