દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ અને પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે મુસાફરીનો સમય ઓછો થઈ રહ્યો છે- પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ભારતીય બાંધકામ ઉપકરણ ઉત્પાદક સંગઠન – ICEMA ના 75મા વાર્ષિક સંમેલનને સંબોધતા માર્ગ પરિવહન મંત્રી શ્રી ગડકરીએ આ મુજબ જણાવ્યુ.શ્રી ગડકરી કહ્યું, ભારત હવે જાપાનને પાછળ છોડીને વિશ્વમાં બાંધકામ ઉપકરણોનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. માર્ગ બાંધકામની ગુણવત્તા વિશે વાત કરતા તેમણે કહ્યું કે સરકાર ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરશે નહીં અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે સરકાર દેશમાં માર્ગ અને પરિવહન માળખામાં વિશ્વ કક્ષાના સલામતી પગલાં અને ગુણવત્તા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ બાંધકામ પ્રવૃત્તિઓમાં ડીઝલનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય પ્રદૂષક ઘટકોના વિકલ્પો અપનાવવા વિનંતી કરી.
Site Admin | ઓગસ્ટ 8, 2025 7:59 એ એમ (AM)
દેશમાં વિશ્વ કક્ષાના માર્ગ-પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી
