દેશનું 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ એક લાખ 54 હજાર કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું છે. 2024માં સંરક્ષણ નિકાસ પણ 23 હજાર 622 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ૨૦14માં એક હજાર કરોડ રૂપિયાથી ઓછી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદન અને 50 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે અને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે.
Site Admin | નવેમ્બર 20, 2025 1:52 પી એમ(PM)
દેશમાં વર્ષ 2024માં એક લાખ 54 હજાર કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું વિક્રમજનક સંરક્ષણ ઉત્પાદન થયું.