ભારતમાંથી માલસામાનની નિકાસ જુલાઈમાં નોંધપાત્ર વધારો થયો છે જે વાર્ષિક આધાર પર 7.3 ટકાની વૃધ્ધિ સાથે 37 અબજ 34 કરોડ ડોલરની થઈ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કામચલાઉ આંકડા અનુસાર મુખ્યત્વે એન્જિનિયરિંગ વસ્તુઓ, રત્નો અને ઝવેરાત, ઇલેક્ટ્રોનિક સામાન, ફાર્માસ્યુટિકલ્સ અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણોની નિકાસમાં વધારો થયો છે. જુલાઈમાં ઇલેક્ટ્રોનિક માલની નિકાસ 34 ટકા વધીને 3 અબજ 77 કરોડ ડોલર થઈ છે જે ગયા વર્ષે જુલાઈમાં 2 અબજ 81 કરોડ ડોલર હતી. જોકે જુલાઈમાં વેપાર ખાધ 27 અબજ 35 કરોડ ડોલર થઈ, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. આ આયાતમાં તીવ્ર વધારાને કારણે હતી. જુલાઈમાં આયાત 8.6 ટકા વધીને 64 અબજ 59 કરોડ ડોલર થઈ હતી.
મૂલ્યાંકન મુજબ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઈના સમયગાળા દરમિયાન માલસામાનની નિકાસ 149 અબજ 20 કરોડ ડોલર થઈ છે, જ્યારે આયાત 244 અબજ ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન, માલ અને સેવાઓની કુલ નિકાસ 277 અબજ 63 કરોડ ડોલર હતી અને ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તેમાં 5.23 ટકાનો વધારો થયો છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:07 એ એમ (AM)
દેશમાં માલસામાનની નિકાસ જુલાઈમાં વાર્ષિક આધાર પર 7.3 ટકાની વૃધ્ધિ સાથે 37 અબજ 34 કરોડ ડોલરની થઈ
