જુલાઇ 19, 2025 9:20 એ એમ (AM)

printer

દેશમાં પ્રથમવાર બનેલા ઈ-બસના ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું મુખ્યમંત્રી અમદાવાદમાં આજે ઉદ્ઘાટન કરશે

અમદાવાદમાં જાહેર પરિવહન માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું આજે લોકાર્પણ થશે.આરટીઓ ખાતે તેયાર થયેલા ચાર્જીંગ સ્ટેશનમાં 240 કિલોવોટ તથા 180 કિલોવોટના 2 ચાર્જર તથા 120 કિલોવોટ પાવર સોલાર સીસ્ટમનું અમલીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.દરરોજ ઇલેક્ટ્રિક બસની માઈલેજ પૂરી થતાં ફરી ચાર્જ કરવા માટે 40 જેટલી બસને ચાર્જિંગ ડેપો સુધી મોકલવા લગભગ વાર્ષિક 60 લાખનો ખર્ચ અમદાવાદ મહાનગર નગરપાલિકાને થઈ રહ્યો છે. સોલાર પાવર્ડ ઓન રૂટ ચાર્જિંગ વિથ સોલાર પ્રોજેકટના અમલ પછી દરરોજ 40થી 45 બસો માટે ઓન રૂટ ચાર્જિંગ શક્ય બનશે.આ ઉપરાંત 120 કિલોવોટ સોલાર પાવર સિસ્ટમથી દર વર્ષે આશરે એક લાખ 20 હજાર કિલોવોટ પાવર ઊર્જાનું ઉત્પાદન થશે