ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 24, 2024 2:20 પી એમ(PM) | ડાઇએમોનિયમ ફોસ્ફેટ-DAP

printer

દેશમાં ડાઇએમોનિયમ ફોસ્ફેટ-DAPની અછત હોવાના માધ્યમોના અહેવાલોને રદિયો આપતી સરકાર

દેશમાં ડાઇએમોનિયમ ફોસ્ફેટ-DAPની અછત હોવાના માધ્યમોના અહેવાલોને રદિયો આપતા સરકારે જણાવ્યું છે કે,આ અહેવાલો ગેરમાર્ગે દોરે છે અને વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે.એક અખબારી યાદીમાં રસાયણ અને ખાતર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, DAP પરની સબસિડી ઘટાડવામાં નથી આવી અને તેની મહત્તમ છુટક કિંમત – MRP કોવિડનાં સમયથી જ પ્રતિ કિલો 50 કિલોએ એક હજાર 350 રૂપિયા છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીમંડળે 2024ની રવી મોસમ માટે ડીએપી પરની સબસિડીમાં વધારો કર્યો છે.આ ઉપરાંત, રવી મોસમ માટેની અંદાજપત્રીય ફાળવણી વધારીને 24 હજાર 475 રૂપિયા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ