ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2025 8:49 એ એમ (AM)

printer

દેશમાં ટામેટાંના છૂટક ભાવ સ્થાનિક કારણોસર વધ્યા

સરકારે કહ્યું છે કે દેશમાં ટામેટાંના છૂટક ભાવ સ્થાનિક કારણોસર વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે ટામેટાંની માંગ-પુરવઠામાં કોઈ અસંતુલન નથી અને તેનું ઉત્પાદન પણ ઘટ્યું નથી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે જુલાઈના છેલ્લા અઠવાડિયાથી દેશના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં ભારે વરસાદને કારણે, દિલ્હીમાં ટામેટાંના ભાવ 85 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા.
પરંતુ, આઝાદપુર મંડીમાં ટામેટાંની સતત ઉપલબ્ધતાને કારણે, તેના છૂટક ભાવ હવે નીચે આવી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે ચેન્નાઈ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટામેટાંના ભાવમાં આટલો વધારો થયો નથી.