જાન્યુઆરી 2, 2025 9:26 એ એમ (AM)

printer

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા છે. વર્ષ 2020માં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અગાઉના વર્ષની સરખામણીએ લગભગ આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન કાર્યાલયને આપવામાં આવેલી માહિતી મુજબ ભારતના જીડીપીમાં વર્ષ 2005 અને 2020 દરમ્યાન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 36 ટકાનો વધુ ઘટાડો થયો છે.
સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંધિના ડ્રાફ્ટને મોકલવામાં આવેલા ચોથા દ્વિવાર્ષિક રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં કુલ રાષ્ટ્રીય ઉત્સર્જન 295 કરોડ 90 લાખ ટન કાર્બન જેટલું હતું. જો કે વર્ષ 1994થી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હજુ પણ 98.34 ટકા વધુ છે. ભારત તેના આબોહવા પરિવર્તનના લક્ષ્યોને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં તેમાં 45 ટકાનો ઘટાડો કરવાનો અને બિન-અશ્મિભૂત ઇંધણમાંથી 50 ટકા ઇલેક્ટ્રિક ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. ઉર્જા ઉત્પાદન, કૃષિ અને ઉદ્યોગોમાંથી મોટા પાયે ગેસ ઉત્સર્જન વચ્ચે પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલ માટે ભારત વિકાસની ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.