ડિસેમ્બર 17, 2025 1:49 પી એમ(PM)

printer

દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું.

કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે જણાવ્યું હતું કે દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોલસા ક્ષેત્રમાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર તમામ ક્ષેત્રોમાં કોલસાનું ઉત્પાદન અને પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
મંત્રીએ કહ્યું કે ભારત હવે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો કોલસાનો ઉત્પાદક અને ગ્રાહક દેશ છે. શ્રી રેડ્ડીએ માહિતી આપી હતી કે ભારતમાં વૈશ્વિક સ્તરે પાંચમો સૌથી મોટો કોલસા ભંડાર છે અને દેશમાં લગભગ સાત વર્ષ સુધી પૂરતો કોલસા ભંડાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.