પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં બિન-નિયમિત ક્ષેત્ર અને કોલસા આધારિત સ્થાનિક વિદ્યુત સંયંત્રોમાં મિશ્રણ માટે કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો છે.
કોલસા મંત્રાલયે આજે જણાવ્યું કે, બિન-નિયમિત ક્ષેત્રની કોલસા આયાત 9.83 ટકા ઘટીને છ કરોડ 32 લાખ 80 હજાર ટન રહ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કોલસાની આયાત સાત કરોડ 8 લાખ 10 હજાર ટન હતું. વિદ્યુત સંયંત્રોની આયાત એક કરોડ સાત લાખ 10 હજાર ટનથી 8.59 ટકા ઘટીને 97 લાખ 90 હજાર ટન થઈ છે. આ સ્થાનિક કોલસા પર વિદ્યુત સંયંત્રોની નિર્ભરતા દર્શાવે છે.
જોકે, સ્ટીલ ઉદ્યોગ માટે કૉકિંગ કૉલ અને કોલસા આયાત આધારિત વિદ્યુત સંયંત્રોની કોલસા આયાતમાં વધારો થયો છે. પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ કોલસા આયાત 1.36 ટકા વધીને 12 કરોડ 95 લાખ 20 હજાર ટન થઈ છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:36 પી એમ(PM)
દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો
