ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 9, 2025 7:25 પી એમ(PM)

printer

દેશમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ત્રીજા ભાગની ઊર્જા માત્ર ગુજરાત ઉત્પન્ન કરે છે : કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષી

કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું, દેશમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ત્રીજા ભાગની ઊર્જા માત્ર ગુજરાત ઉત્પન્ન કરે છે. મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં ઊર્જા આત્મનિર્ભરતા અંગેના પરિસંવાદ અને પુરસ્કાર સમારોહને આજે સંબોધતા શ્રી જોષીએ કહ્યું, પ્રધાનમંત્રી કુસુમ અને પ્રધાનમંત્રી સૂર્યઘર જેવી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની યોજનાઓના અમલીકરણ અંગે પણ ગુજરાત સૌથી આગળ રહ્યું છે.
તેમણે સોલાર ગામ મોઢેરાનો ઉલ્લેખ કરતા કહ્યું, ભારતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગા વૉટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તે સમય પહેલાં જ પૂર્ણ થઈ શકે છે.
આ પ્રસંગે ઊર્જા ક્ષેત્રના 22 જેટલા સમજૂતી કરાર થયા હતા.