ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે :કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને 2030 સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને 1 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉત્પાદનમાં વધારો થતા પાંચ કરોડ રોજગાર ઉભા થશે.
ભારતીય ઓટોમોબાઇલ ઉત્પાદન સમુદાયના 64માં વાર્ષિક સંમેલનને સંબોધન કરતા શ્રી ગડકરીએ જણાવ્યું કે, દેશમાં હાલમાં નોંધાયેલા ઈવીની સંખ્યા 30 લાખની આસપાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્ષ 2023 – 24માં ચાર ચક્રી ઈવીના વેચાણમાં 45 ટકા, જ્યારે દ્વી ચક્રી ઈવીના વેચાણમાં 56 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશના 400 જેટલા સ્ટાર્ટઅપ્સ દ્વી-ચક્રી ઈવીનું ઉત્પાદન કરી રહ્યા છે.
મંત્રીએ ઓટોમોબાઈલ ઉદ્યોગને નવી સ્ક્રેપિંગ નીતિ હેઠળ જૂના વાહનોના નિકાલ માટે નવીન રીતો શોધવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં ત્રણ કરોડ વાહનો નિકાલને આરે છે, જોકે આ માટે પૂરતાં સ્ક્રેપિંગ કેન્દ્રો નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ