ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે :કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ એક્ટ પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબ્જો અને અતિક્રમણ સામે કાનૂની પગલાં લેવાની સત્તા છે.
તેમણે જણાવ્યું કે, વક્ફ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વક્ફ મિલકતનું વેચાણ, ભેટ, મોર્ગેજ કે ટ્રાન્સફર અમાન્ય ગણાશે. તેમણે જણાવ્યું કે વક્ફ મિલકતો અંગેની ફરિયાદો યોગ્ય પગલાં લેવા માટે રાજ્ય વક્ફ બોર્ડ્સ અને રાજ્ય સરકારોને મોકલવામાં આવે છે.