પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરે છે. તેમણે કહ્યું કે NDRFના કર્મચારીઓની કુશળતા અને ફરજની ભાવના સેવાના ઉચ્ચતમ ધોરણોનું ઉદાહરણ છે.
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં, જણાવ્યુ કે NDRFએ વિશ્વાસનો આધારસ્તંભ બની ગયો છે જેના પર આપત્તિઓ દરમિયાન રાષ્ટ્ર આધાર રાખે છે. તેમણે કહ્યું ,આપત્તિ-સ્થિતિસ્થાપક દેશના બનાવવામાં સરકારના સંકલ્પને સાકાર કરવામાં NDRF મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે અન્ય લોકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપનારા શહીદોને પણ સલામ કરી.
Site Admin | જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)
દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.