ઓગસ્ટ 8, 2024 8:36 પી એમ(PM) | હરઘર તિરંગા

printer

દેશમાં આવતીકાલથી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે

દેશમાં આવતીકાલથી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થશે. નવી દિલ્હીમાં સંવાદદાતા સંમેલનમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકોને અનુરોધ કર્યો કે, દેશવાસીઓ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવી તેની સાથેની સેલ્ફી હરઘર તિરંગા વેબસાઈટ પર અપલોડ કરે.
તેમણે કહ્યું, આ અભિયાન દરમિયાન દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમણે કહ્યું, 13 ઑગસ્ટે સાંસદો અને મંત્રી તિરંગા બાઈક રેલી યોજશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.