દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે. દેશની સાથે રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ગત 22 વર્ષમાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 10.23 ટકાના વધારા સાથે અંદાજે 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે.
જ્યારે વાર્ષિક અંદાજે 173 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવે છે. આ સાથે રાજ્યની માથાદીઠ દૂધ ઉત્પાદકતા પ્રતિદિન 291 ગ્રામ વધીને 670 ગ્રામ સુધી પહોંચી છે.
Site Admin | નવેમ્બર 26, 2024 9:49 એ એમ (AM) | રાષ્ટ્રીય દૂધ દિવસ
દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે