દેશમાં આગામી વસતિ ગણતરી દરમિયાન સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલ વસ્તી ગણતરી-2027ના બંને તબક્કા માટે ઉપલબ્ધ રહેશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતિ ગણતરી કમિશનરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ દેશની પ્રથમ ડિજિટલ વસતિ ગણતરી હશે. અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરાશે. ગણતરીકારો અને નિરીક્ષકો માહિતી સંગ્રહ માટે તેમના મોબાઇલનો ઉપયોગ કરશે.
વસતિ ગણતરી-2027 માટે ગયા મહિને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના ગેઝેટમાં તેની સૂચના ફરીથી પ્રકાશિત કરવા અને વસતિ ગણતરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવાયું છે.
Site Admin | જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)
દેશમાં આગામી વસતિ ગણતરીના બંને તબક્કામાં સ્વ-ગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે