ઓક્ટોબર 31, 2025 4:34 પી એમ(PM)

printer

દેશમાંથી નકસલવાદ અને માઓવાદને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કરતાં પ્રધાનમંત્રી – રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પી

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા સરદાર પટેલના અટલ સંકલ્પ અને દ્રષ્ટિકોણથી વિવિધતા ધરાવતા રાષ્ટ્રને એક લોકશાહી પ્રજાસત્તાકમાં જોડવામાં આવ્યું હોવાનું કહ્યું હતું.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને નાગરિકોને એકતા અને અખંડિતતાના શ્રી પટેલના આદર્શોને જાળવી રાખવા માટે ફરીથી પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.