ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 8:47 એ એમ (AM)

printer

દેશભરમાં 4 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા

દેશભરમાં 4 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના 22 જાન્યુઆરી 2015 ના રોજ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માતાપિતાને કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા નિયુક્ત વાણિજ્યિક બેંક શાખામાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની મંજૂરી આપે છે, જેની શરૂઆત ઓછામાં ઓછી 250 રૂપિયાની થાપણથી થાય છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હાલમાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આજ રોજ આ વર્ષે 22 જાન્યુઆરીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના 10 વર્ષ પૂરા થાય છે જે પરિવારોને તેમની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.