મે 19, 2025 1:55 પી એમ(PM)

printer

દેશભરમાં 29મી મેથી 12 જૂન સુધી ‘વિકસિત કૃષિ સંકલ્પ’ અભિયાન હાથ ધરાશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મેથી 12 જૂન દરમિયાન હાથ ધરાશે. આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી અને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવાનો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, આ અભિયાન દેશભરના 723 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે જેમાં લગભગ 1.5 કરોડ ખેડૂતોને આવરી લેવાશે.