ભરૂચ પોલીસે ઝારખંડના જામતાડામાંથી સાયબર ગુનો કરનારા એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ દેશના વિવિધ વિસ્તારના બે હજાર 18 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાયું છે
ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસના કોન્સ્ટેબલ સાથે 5 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થતાં ભરૂચ સાઇબર ગુના પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસ કરવા ઝારખંડ પહોંચેલી ભરૂચ પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળી આરોપીની ધરપકડ કરી હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 10, 2025 7:15 પી એમ(PM)
દેશભરમાં 2 હજારથી વધુ લોકો સાથે સાયબર છેતરપિંડી કરનારા આરોપીને ભરૂચ પોલીસે ઝારખંડથી પકડ્યો.