ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 9, 2024 2:49 પી એમ(PM) | હર ઘર તિંરગા ઝુંબેશ

printer

દેશભરમાં ‘હર ઘર તિંરગા ઝુંબેશ’નો પ્રારંભ, દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

દેશભરમાં ‘હર ઘર તિંરગા ઝુંબેશ’નો પ્રારંભ, દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સાંસ્કૃતિક મંત્રાલયે દેશના નાગરિકોને પોત-પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા, તેમજ તિરંગા સાથે સેલ્ફી લઈને હર ઘર તિરંગા વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે.
આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી 11 થી 13 ઓગસ્ટ સુધી દરેક વિધાનસભા મતવિસ્તારમાં તિરંગા યાત્રા કાર્યક્રમો યોજશે. એક નિવેદનમાં, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે માહિતી આપી હતી કે 12 થી 14 ઓગસ્ટ સુધી દેશભરમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને યુદ્ધ સ્મારકોને પુષ્પાંજલિ અને માળા અર્પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 14મી ઓગસ્ટે મૌન કૂચ સહિત તમામ જિલ્લામાં ભાગલા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. શ્રી ચુગે ઉમેર્યું હતું કે 13મીથી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશને કેસરી, સફેદ અને લીલા રંગના સમુદ્રમાં ફેરવતા તમામ ઘરો અને ઓફિસમાં તિરંગા ફરકાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.