આજે દેશભરમાં વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તહેવાર ખરાબ અને અસત્ય પર સારા અને ન્યાયના વિજયની ઉજવણી કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીના લાલ કિલ્લાના માધવ દાસ પાર્ક ખાતે દશેરા ઉજવણીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં આઈપી એક્સટેન્શન રામલીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા ઉજવણીમાં ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:12 એ એમ (AM)
દેશભરમાં વિજયાદશમી – દશેરા પર્વની આજે ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી
