ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 17, 2024 2:24 પી એમ(PM) | મહોરમ

printer

દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે

આજે દેશભરમાં આશુરા-એ-મુહરમના તહેવારને મનાવવામાં આવી રહ્યો છે.સાતમી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાનાં જીવનું બલિદાન આપનારા મહમ્મદ પૈગંબરનાં પૌત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમનાં સાથીઓનાં બલિદાનની યાદમાં આજના દિવસે શોક મનાવવામાં આવે છે. આ પ્રસંગે તાજીયાનું સરઘસ કાઢવામાં આવે છે. કરબલાનાં શહીદોને યાદ કરવા આજે દેશભરમાં મજલિસ એટલે કે ધાર્મિક સભાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.