સરકારે આજે જણાવ્યું કે, દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો છે.જ્યારે ગત 30 વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તર પર આમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.શ્રી નડ્ડાએ ઉમેર્યું, આ સમયગાળા દરમિયાન બાળ મૃત્યુદરમાં પણ 69 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આમાં 55 ટકાનો ઘટાડો થયો છે. શ્રી નડ્ડાએ આનો શ્રેય સમગ્ર દેશમાં માતૃ અને બાળ સ્વાસ્થ્ય પરિણામમાં સુધારા માટે સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલ અને ઉપાયને આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:14 પી એમ(PM) | મૃત્યુદર
દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો
