ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 2:38 પી એમ(PM) | ઉજવણી

printer

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

દેશભરમાં ગઈરાત્રે ભારે શ્રધ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મસ્થળ મથુરાથી લઈને દ્વારકા સુધીનાં કૃષ્ણમંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ પર 1008 કમળ પુષ્પથી નંદલાલની પુજા કરવામાં આવી. રાત્રે 11 વાગીને 55 મિનેટે પાંચ મિનિટ માટે દ્વાર બંધ કરવામાં આવ્યા અને 12 વાગીને પાંચ મિનિટે શ્રી કૃષ્ણની પ્રતિમાને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવી.
અમદાવાદ, ઓડિશા, કોલકાતા અને કર્ણાટકના ઇસ્કોન મંદિરોમાં પણ ધામધુમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. દરમિયાન, ગઈકાલે દુબઇમાં કૃષ્ણ મંદિરમાં હજારો ભક્તો એકત્ર થયા હતા. યુનાઇટેડ આરબ અમિરાતનું આ પ્રથમ મંદિર શ્રીનાથજી હવેલી તરીકે જાણીતું છે અને તે ભારતીયોની મોટી વસ્તી ધરાવતા બુર દુબઇમાં આવેલું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ