દેશભરમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રિલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી. આ બેઠકમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિદેશકો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગઈકાલે, કેન્દ્રએ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો.