દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ દેશના ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વડાઓ પણ ભાગ લેશે.દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ ચૂંટણીઓ સુચારુ રીતે યોજવા બદલ રાજ્ય અને જિલ્લા અધિકારીઓને પુરસ્કારો એનાયત કરશે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:39 એ એમ (AM)
દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે
