આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના મંદિર તથા અન્ય સ્થળોએ હુરંગા ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ ગોરખપુરમાં આજે સાંજે હોળિકા દહન શોભયાત્રામાં ભાગ લેશે. રાજસ્થાનમાં પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવી રહી છે. જયપુરમાં ગોવિંદદેવજી મંદિર અને નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું આગમન થઈ રહ્યું છે. પુષ્કર ખાતે રંગોનો ઉત્સવ મનાવવા હજારો સ્થાનિક અને વિદેશી પર્યટકો ઉમટી પડ્યા છે.
Site Admin | માર્ચ 13, 2025 3:10 પી એમ(PM) | હોળી
દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
