એપ્રિલ 12, 2025 8:27 એ એમ (AM)

printer

દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે

દેશભરમાં આજે હનુમાન જન્મોત્સવની ભારે શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, વહેલી સવારથી જ ભક્તો પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી રહ્યા છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા ‘પ્રાચીન હનુમાન મંદિર’માં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મંદિરોમાં ‘હનુમાન ચાલીસા’, ‘સુંદર કાંડ’ અને ‘અખંડ રામાયણ’નું પાઠ કરવામાં આવી રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી શકે છે. અનેક સ્થળોએ ભંડારા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.